કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક સમાજ KYC નિયમો લાગુ કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ, બેંક, વીમા અને અન્ય નાણાકીય ક્ષેત્રો માટે માત્ર એક જ KYC કરવાનું રહેશે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલે સરકારને નાણાકીય ક્ષેત્રમાં એક સમાન KYC સિસ્ટમ લાગુ કરવા પ્રસ્તાવ મુક્યો છે. નાણાં સચિવ ટીવી સોમનાથનની આગેવાનીમાં નિષ્ણાંત સમિતિની રચના થઇ છે. જે સમાન KYC સંબંધિત નિયમોનું માળખું તૈયાર કરશે.
પ્રતિશાદ આપો