ઓઢવમાં રહેતા એક પોલીસકર્મીની સગીર પુત્રીની સગાઇ નક્કી થતા પંચમહાલનો યુવક તેના ઘરે આવતો જતો હતો. બાદમાં તેની નિયત બગડતા તેણે સગીરાના ઘરે આવીને રાત્રે રોકાવવાનું શરૂ કર્યુ હતું. આ દરમિયાનમાં તે સગીરાના રૂમમાં જઇને આગામી સમયમાં લગ્ન થવાના જ છે તેમ કહીને સંબંધ બાંધ્યા હતા. બાદમાં આરોપી મંગેતરે થોડા મહિના બાદથી જ સગીરા સાથે બોલવાનું બંધ કરી દીધુ હતુ અને લગ્ન કરવાની મનાઇ કરી દીધી હતી. આ મામલે પોલીસકર્મીની પત્નીએ ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રતિશાદ આપો