તમિલનાડુના તંજાવુરમાં એક 50 વર્ષની મહિલાએ પાંચ વર્ષના છોકરા પર યૌન શોષણ કર્યું. છોકરો નર્સરી સ્કૂલમાં ભણે છે. આ જ શાળામાં મહિલા શાળા શિક્ષણ સંયોજક તરીકે કાર્યરત છે. પહેલા તેણીએ છોકરાને ઠપકો આપ્યો. ત્યારબાદ તે તેને ટોયલેટમાં લઈ ગઈ અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તેણે છોકરાને ધમકી આપી હતી કે જો તે આ વિશે કોઈને કહેશે તો તેના ગંભીર પરિણામો આવશે. મંગળવારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
Leave a Reply