કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ની ધરપકડ કરી છે. ઈડીએ આજે તેમના નિવાસસ્થાને પહોંચી દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં દરોડો પાડયો હતો અને સર્ચ ઓપરેશન સાથે પૂછપરછ કરી હતી. તો બીજીતરફ ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ ત્યાં હોબાળો મચાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં આજે કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ EDની ટીમે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. કોર્ટે આજે બપોરે જ સુનાવણી હાથ ધરી કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
Leave a Reply