યુપીના સંત કબીર નગરમાં એક ચકચારી ઘટના બની. સુભાષપાના મહાસચિવ નંદિની રાજભરની 10 માર્ચે દિઘા ગામમાં તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તેના બોયફ્રેન્ડ સાહુલે તેની હત્યા કરી હતી. બોયફ્રેન્ડ સાહુલને શંકા હતી કે તે તેના સિવાય અન્ય કોઈ સાથે ઈન્ટિમેટ થઈ રહી છે. આરોપીએ કબૂલ્યું કે તેણે ગુસ્સામાં તેના માથા પર હથોડી મારીને તેની હત્યા કરી હતી. શનિવારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પ્રતિશાદ આપો