ટિકિટ ન મળતાં આ નેતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

તમિલનાડુના ઈરોડના સંસદસભ્ય ગણેશ મૂર્તિ (76)એ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે સવારે તેમને બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ આપઘાતનો પ્રયાસ તેમણે બીમારીના કારણે નહીં પણ પાર્ટી તરફથી ટિકિટ ન મળવાના કારણે કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. માહિતી મુજબ, એમડીએમકે પાર્ટી સાથે સંકળાયેલા આ નેતા આગામી લોકસભા ચૂંટણીમાં લડવા માટે સીટ ન અપાયા બાદ એક સપ્તાહ સુધી તણાવમાં હતા. જે બાદ તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *