અયોધ્યાના અતિ સંવેદનશીલ રામ મંદિર પરિસરમાં મંગળવારે ગોળી ચલાવાથી હડકંપ મચી ગયો હતો. આ દરમિયાન ડ્યૂટી પર તૈનાત PAC જવાન ઘાયલ થઈ ગયા હતા. તેમને છાતીમાં ગોળી વાગી છે. સૂચના મળતા જ પરિસરમાં હાજર અધિકારીઓએ ઘાયલ જવાનને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ત્યાંથી ડોક્ટરોએ તેમને લખનઉ ટ્રોમા સોન્ટર રીફર કરી દીધા હતા. ઘટના સ્થળ પર પહોંચીને અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. SSPએ સમગ્ર ઘટનાને દુર્ઘટના ગણાવી છે. જોકે, આ ઘટના બાદ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે.
Leave a Reply