માફી માગ્યા બાદ પણ રૂપાલા સામે ઉગ્ર રોષ

પુરૂષોત્તમ રૂપાલાએ રાજકોટમાં વાલ્મિકી સમાજના સંમેલનમાં કરેલા નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ હતો, જે તેમના માફી માગ્યા બાદ પણ યથાવત છે. ગોંડલના ક્ષત્રિય સમાજના સંમેલનમાં તેમણે રૂબરૂ જઈને માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ રાજકોટથી તેમની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. અમદાવાદમાં રાજપૂત વિધાભવન ખાતે આ બાબતે રાજપૂત સમાજે કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *