બનાસકાંઠાના પાલનપુરના નવા બસપોર્ટમાં એક ચોંકાવનારી ઘટના બની છે. વાત એમ હતી કે ન્યુ બસપોર્ટમાં પ્રથમ માળે આવેલ ફર્સ્ટ ડેટ કેફેમાં યુવક-યુવતીઓ એકાંત માણી રહ્યા હતા તે જ સમયે પોલીસની રેડ પડતાં કેફેમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં બે યુવતીઓએ ટોયલેટની બારીમાંથી છલાંગ લગાવતા ભોંયરામાં પડીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડી પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રતિશાદ આપો