વડોદરાના પાણીગેટ છીપવાડના એક રહેણાક મકાનમાં ચાલતા ન્યૂ હુસૈની સમોસાં સેન્ટરમાં ઝોન-4 એલસીબીની ટીમે 6 એપ્રિલના રોજ ગૌમાંસ સાથે એના માવાવાળાં સમોસાં સહિતનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે આ ગૌમાંસ સાથે સંકળાયેલા કુલ 6 જણાને પકડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તપાસમાં ગૌમાંસ સપ્લાય કરનાર આરોપીનું નામ ખૂલતાં તેને પણ ઝડપી પાડ્યો છે. આમ, અત્યારસુધીમાં પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. ગૌમાંસથી બનતાં સમોસાં સસ્તાં બનતાં હોવાથી વધુ પ્રોફિટ કમાવવાની લાલચમાં એનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
પ્રતિશાદ આપો