ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે એક સાથે ત્રણ સિંહ દેખાયા હતા . ખજૂરી રોડ સીમ વિસ્તારમાં ચકુભાઈ સોનીની વાડીએ ગતરાત્રીના સિંહ ના પરિવારે રખડતી ભટકતી ગાયનું મારણ કર્યું હતું અને વાડી વિસ્તારમાં એકસાથે ત્રણ સિંહોની લટાર મારતા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયા વાયરલ થયો છે . ગોંડલ પંથકમાં સિંહ પરિવારે ધામા નાખતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રતિશાદ આપો