શું લાંબા સમય સુધી એકધારું બેસી ને કામ કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ?

લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીરના અનેક ભાગોને નુકશાન થાય છે. હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા થઈ શકે છે અને કોલેસ્ટ્રોલ વધી શકે છે. પહેલાના સમયમાં લોકો મોટે ભાગે ઊભા ઊભા કામ કરતા હતા અને ચાલતા હતા. પણ આજકાલ ઘણા લોકોને બેસીને કામ કરવું પડે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે લાંબા સમય સુધી બેસી રહેવાથી કમરનો દુખાવો, વધુ વજન, ટાઈપ-2 ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે સ્નાયુઓ ખસે છે, ત્યારે તેઓ લિપોપ્રોટીન લિપેઝ જેવા પરમાણુઓ મુક્ત કરે છે. આ રીતે એક જગ્યાએ બેસી રહેવાથી આ પરમાણુઓનું પ્રકાશન ઘટે છે.લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ મગજ પર અસર થાય છે. તેની કામ કરવાની ક્ષમતા પર અસર થાય છે અને તે ખૂબ જ ધીમી પડી જાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *