લીંબુની છાલ ખાવાથી થતા અનેક ફાયદાઓ

,

લીંબુનાં રસની સાથે સાથે લીંબુની છાલ પણ એટલી જ કામની છે. લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે જે સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ થાય છે. વધારે સ્ટ્રેસમાં હોય તેવા લોકોએ લીંબુની છાલનું સેવન શરૂ કરી દેવું જોઈએ. લીંબુનો રસ સ્વાસ્થ્ય જાળવવા ઉપરાંત ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. વિટામિન-સીથી (Vitamin C) ભરપૂર લીંબુ બોડીને ડિટોક્સ કરવામાં (Lemon For Health) સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો માથામાં ખોળો થતો હોય કે અન્ય કોઇ સમસ્યા હોય તો લીંબુનો રસ અને તેની છાલનો પાવડર તે સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તેની છાલ (Lemon Skin) પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવા (Weight Loss) ઉપરાંત અન્ય કેટલીક રીતે પણ ઉપયોગી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *