આજે દુનિયાભરના લોકો આ એવોર્ડને ઓસ્કર એવોર્ડના નામથી જાણે છે, પરંતુ તેનું અસલી નામ ‘એકેડેમી એવોર્ડ ઓફ મેરિટ’ છે. આ એવોર્ડ શોનું આયોજન સૌપ્રથમ 16 મે, 1929ના રોજ કરવામાં આવ્યું હતું. પ્રથમ ઓસ્કાર સમારોહ અમેરિકાની એક હોટલમાં યોજાયો હતો, જે માત્ર 15 મિનિટ ચાલ્યો હતો. એકેડેમી પુરસ્કાર ટ્રોફીને ‘ઓસ્કાર’ નામ આપવાનો શ્રેય એકેડેમી ગ્રંથપાલ માર્ગારેટ હેરિકને જાય છે. તેણે તેનું નામ ‘ઓસ્કર’ રાખ્યું કારણ કે તેને લાગ્યું કે આ ટ્રોફી તેના કાકા ઓસ્કર જેવી છે.ઓસ્કરની મેટલની ટ્રોફી 13.5 ઈંચ લાંબી અને 3.85 કિલોની છે .શિલ્પકાર જ્યોર્જ સ્ટેનલી દ્વારા ઓસ્કરની ટ્રોફી તૈયાર કરાઈ હતી .પહેલીવાર ઓસ્કરની ઉજવણી સૌપ્રથમ 16 મે, 1929ના રોજ કરાઈ હતી.2028માં યોજાનાર આ સમારોહ માટે ઓસ્કારના આયોજકો પહેલેથી જ યોજના બનાવી રહ્યા છે તે હકીકત હોલીવુડમાં ચર્ચાનો વિષય બની છે. ઓસ્કરના પ્રતિનિધિઓએ રોમમાં યોજાયેલા કાર્યક્રમમાં ‘ઓસ્કર-100’ના નામથી સમારોહ યોજાશે તેવો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે ઉજવણી પર 500 મિલિયન ડોલર (લગભગ 4 હજાર કરોડ રૂપિયા) ખર્ચવામાં આવશે
પ્રતિશાદ આપો