એશિયા નું સૌથી મોટું ગાર્ડન ટ્યૂલિપ….

તેને એશિયાનું સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન અથવા બાગ કહેવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે, આ બગીચો 30 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે. કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણા રાજ્યોમાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રમોશન શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ટ્યૂલિપ ગાર્ડનમાં ગયા વર્ષ કરતાં વધુ ટ્યૂલિપનું વાવેતર થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ટ્યૂલિપ ગાર્ડનમાં ઓછામાં ઓછા 15 લાખ ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. ટ્યૂલિપ ગાર્ડનના ઈન્ચાર્જ ડૉ. ઈનામના જણાવ્યા અનુસાર આ વખતે બે લાખ વધારાના ટ્યૂલિપ્સનું વાવેતર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો હવામાન સારું અને ઠંડુ હોય એટલે કે 20 ડિગ્રીથી નીચે રહે તો રંગબેરંગી ફૂલોથી સજાવેલો આ ગાર્ડન 40 દિવસ સુધી ખુલ્લો રહી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *