આ વખતનો ઉનાળો વડોદરાવાસીઓ આકરો સાબિત થઇ રહ્યો છે. ભયંકર ગરમી અને હીટવેવના કારણે વડોદરામાં 10 દિવસમાં 38 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો છે. આ સિવાય લૂ લાગવાના કારણે બે વ્યક્તિની તબિયત બગડતા તેમેને સારવારમાં ખસેડાયા છે. અત્યારે સયાજી હોસ્પિટલના હીટ સ્ટ્રોક વોર્ડમાં 18 લોકોની સારવાર ચાલી રહી છે.
પ્રતિશાદ આપો