રાજકોટ અગ્નિકાંડમાં 5 અધિકારી સસ્પેન્ડ.

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા મોટું પગલું.અગ્નિકાંડ મુદ્દે પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનર, આસિ. એન્જિનિયર, માર્ગ અને મકાનના ડે. એન્જિનીયર અને બે સિનિયર પીઆઈનો સમાવેશ થાય છે. હજુ પણ અધિકારીઓ પર કાર્યવાહીની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં થયેલી કોઇ દુર્ઘટના બાદ પહેલી વખત સરકારે અધિકારીઓ સામે પગલા ભર્યા છે.રાજકોટ શહેરના નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 28 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યાં છે. 5 કિલોમીટર સુધી દેખાતા હતા ધુમાડા આગની જાણ થતાં ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું, સાથે જ આગ ઓલવવાની તજવીજ હાથ ધરી હતી. આ આગ એટલી ભયાનક હતી કે તેના ધૂમાડા ગોટેગોટા 5 કિલોમીટર સુધી દેખાયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *