દુનિયાનું સૌથી મોંઘુ પાણી પીવે છે, નીતા અંબાણી..

,

નીતા અંબાણીની અલગ ડિઝાઇનની પાણીની બોટલ વિશે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે નીતા અંબાણી વિશ્વનું સૌથી મોંઘુ પાણી પીવે છે. નીતા જે પાણી પીવે છે તેની કીંમત 49 લાખ રૂપિયા છે. આ પાણી મોંઘું હોવાનું કારણ તેની બોટલ છે. નીતા અંબાણી જે બોટલમાં પાણી પીવે છે તે બોટલ સોનાની છે. જેને લોકપ્રિય મેક્સિકન ડિઝાઇનર ફર્નાન્ડો અલ્ટામિરાનો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી છે. તે બોટલમાં ચેહરાનો આકાર બનાવવામાં આવ્યો છે. નીતા અંબાણી જે બોટલમાં પાણી પીવે છે તેનું નામ ઈક્વા ડિ ક્રિસ્ટાલો ટ્રિૂબ્યુટો એ મોદિગ્લિઆની છે. જે વિશ્વની સૌથી મોંઘી બોટલ છે. અનેક લોકોને એ સવાલ થાય છે કે આ પાણીમાં એવી તો શું ખાસિયત હશે કે તે આટલું મોંઘુ હશે? ઉલ્લેખનીય છે કે, આ પાણીમાં 24 કેરેટ સોનાના કણો, ફ્રાન્સ અને ફિજીના ઝરણાંનું પાણી, ગ્લેસિયરનું પાણી અને 23 કેરેટ સોનાની રજ સામેલ છે. આ પાણી પીવાથી ત્વચા જવાન રહે છે. આ પાણીની બોટલને હરાજીમાં 10 લાખ ડોલરમાં વેચવામાં આવી હતી. જેને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો 49 લાખ રૂપિયા થાય છે. વર્ષ 2010 આ ઈક્વા ડિ ક્રિસ્ટાલો ટ્રિૂબ્યુટો એ મોદિગ્લિઆની બોટલનું નામ વિશ્વની સૌથી મોંઘી બોટલ તરીકે ગિનીઝ બુકમાં સામેલ થયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *