ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં આ અત્યાચારની ઘટના બની હતી. એક મહિલા પર બે શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. મેરઠની પીડિતાએ એક વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી જેણે દાવો કર્યો હતો કે તે બેંકમાં કામ કરે છે. આ વ્યક્તિએ તેને બેંકમાં નોકરી અપાવવાનું વચન આપીને શામલી જિલ્લાના થાણા ભવન લઈ ગયો. ત્યાં તેણીને દવા પીવડાવવામાં આવી અને પછી હોટલમાં લઈ જવામાં આવી જ્યાં તેણી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો. પોલીસે મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.