લો બોલો! હવે સુંદરતા માટે ચકલીની પૉટીનું ફેશિયલ..

,

બ્યૂટી માર્કેટમાં બર્ડની પૉટીથી ફેશિયલનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક અનોખું ફેશિયલ છે જે જાપાનથી આવ્યું છે અને તેને ઉગુશુ નો ફૂન (Uguisu no Fun) કહે છે. જેનો મતલબ થાય છે બર્ડની પૉટી. આ પરંપરા સદીઓ જૂની છે. બર્ડ પૂપ ફેશિયલમાં સૌથી પહેલા બુલબુલની બીટને ભેગું કરવામાં આવે છે. પછી તેણે સુરક્ષિત અને સાફ કરવા માટે (UV) કિરણોના સંપર્કમાં લવાય છે. બાદમાં તેને બારીક પીસીને પાઉડર બનાવી લેવાય છે. આ પાઉડરને પછી ચોખાનો ભૂકો અને અન્ય નેચલર સામગ્રીની સાથે મિલાવીને એક ફેસ માસ્ક તૈયાર કરવામાં આવે છે. જેને ચહેરા પર લગાવવામાં આવે છે અને થોડાક સમય પછી ધોઈ નાંખવામાં આવે છે.બર્ડ પૂપ ફેશિયલના સમર્થકો દાવો કરે છે કે તે ખીલના ડાઘ, કરચલીઓ અને શુષ્ક ત્વચાને ઘટાડવામાં મદદ કરે છે. તે ત્વચાને ચમકદાર અને મુલાયમ પણ બનાવે છે. જો કે, હજુ સુધી આ દાવાઓને સમર્થન આપવા માટે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી.