રોહિતે શર્મા એ જીત બાદ પિચની માટીનો સ્વાદ ચાખ્યો..

T20 વર્લ્ડ કપ 2024માં ભારતને ખિતાબ જીતાડ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા પીચ તરફ ગયો અને પીચની માટી ખાધી. ICCએ આનો એક વીડિયો શેર કર્યો, જેમાં લખ્યું, “યાદો માટે.” વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક ચાહકે ટિપ્પણી કરી, “કપ્તાન તરફથી મહાન હાવભાવ, તે બાર્બાડોસને ક્યારેય ભૂલી શકશે નહીં.” ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત 17 વર્ષ બાદ ફરી એકવાર ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. બાર્બાડોસમાં શનિવારે રમાયેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ તમામ ભારતીય ખેલાડીઓની આંખોમાં ખુશીના આંસુ દેખાતા હતા. આ જીત સાથે જ કેપ્ટન રોહિત શર્માએ ટી-20માંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે તેની છેલ્લી વર્લ્ડ T20 જીતની ઉજવણી ખૂબ જ ખાસ રીતે કરી હતી. રોહિત શર્માએ મેદાનની પીચ પરથી માટી ઉઠાવીને ખાધી હતી.