દ્વારકાના દરિયામાં ભારે કરંટના પગલે ઊંચા મોજા ઉછળ્યા..

ગુજરાતમાં ચોમાસાનો માહોલ છવાયો છે ત્યારે દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટના કિનારે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેના પગલે એનડીઆરએફ અને પોલીસની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે દ્વારકાના દરિયા કિનારે લોકોને અવરજવર ન કરવા માટેની પણ ખાસ સુચના આપવામાં આવી છે.આજે દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના હર્ષદ, નાવદરા, રૂપેણ બંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.