ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો સવાલ?

,

બોલિવુડ સિંગર મોનાલી ઠાકુરને ભોપાલમાં એક કોન્સર્ટ દરમિયાન કડવો અનુભવ થયો હતો, એક વ્યક્તિએ ગાયિકાના પ્રાઈવેટ પાર્ટ તરફ ઈશારો કરતા તે ભડકી હતી બોલિવૂડની લોકપ્રિય સિંગર મોનાલી ઠાકુરને એક કોન્સર્ટમાં કડવો અનુભવ થયો હતો. ભોપાલમાં એક કોન્સર્ટ દરમિયાન, દર્શકોમાં બેઠેલા એક વ્યક્તિએ ગાયક સાથે ગેરવર્તણૂક કરી અને પછી ગાયિકાએ તે વ્યક્તિને કોન્સર્ટની વચ્ચે સખત ઠપકો આપ્યો હતો.ગાયિકા મોનાલી ઠાકુરને સાથે એક મોટી ઘટના બની હતી. તે ભોપાલમાં એક કોન્સર્ટ કરી રહી હતી. ત્યારે તેણે ચાલુ કોન્સર્ટ બંધ કરાવીને એક વ્યક્તિને ઠપકો આપ્યો અને અન્ય લોકોને સાવચેત રહેવા કહ્યું હતું. ગાયિકા સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી, આ સમયે દર્શકો તેના ગીતમાં ખોવાઈ ગયા હતા પરંતુ અચાનક ગાયિકાએ ગીત બંધ કરી દીધું અને બધા યોંકી ગયા.