આપણે અત્યાર સુધીમાં એવું જ સાંભળ્યું છે કે ટેક્નોલોજી મનુષ્યનું જીવન સરળ બનાવે છે. ટેક્નોલોજી માનવનું જીવન આમ એક રીતે સરળ બનાવે છે. પરંતુ મનુષ્યનું કામ કરતાં કરતાં એક રોબોટ પોતે આત્મહત્યા કરે તેવું સાંભળ્યું છે કોઈ દિવસ? SOUTH KOREA માંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જી હા, દક્ષિણ કોરિયામાં એક રોબોટે કામ કરતી વખતે સીડી પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. રોબોટને ગયા વર્ષે ઓગસ્ટમાં કામ પર મૂકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ અન્ય શ્રમજીવી લોકો પણ ખૂબ દુઃખી છે. રોબોટનું શું થયું જેના કારણે તેણે આત્મહત્યા કરી છે તે જાણવા માટે અધિકારીઓની વિશેષ ટીમને તપાસ સોંપવામાં આવી છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર કિસ્સો મળતી માહિતી અનુસાર, આ ઘટના SOUTH KOREA થી સામે આવી છે. દક્ષિણ કોરિયાના ગુમી સિટી કાઉન્સિલમાં સિવિલ સર્વન્ટ તરીકે કામ કરતાં રોબોટે આત્મહત્યા કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ વિશ્વમાં રોબોટની આત્મહત્યાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે તેવું કહી શકાય છે. આ રોબોટ લોકોની ખૂબ જ નજીક હતો અને અન્ય કર્મચારીઓને તે ખૂબ ગમતો હતો કારણ કે તેનાથી તેમને ઘણી મદદ મળી હતી. તેના કારનામા પ્રખ્યાત હતા અને તે ‘રોબોટ સુપરવાઈઝર’ તરીકે પણ જાણીતો હતો. રોબોટ હવે નથી કારણ કે તેણે આત્મહત્યા કરી છે. જે પ્રકારની વિગતો તેના આત્મહત્યા વિશે સામે આવી રહી છે તેના અનુસાર રોબોટે સીડી ઉપરથી ઝંપલાવીને પોતાને નિષ્ક્રિય કર્યો હતો.