રાજકોટ હવે બાવળમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઇ હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી નામે નકલી હોસ્પિટલ અને બોગસ ડોક્ટર મળી આવ્યો હતો. મનીષ અમરેલીયાના સર્ટિફિકેટના આધારે આ હોસ્પિટલ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન મેહુલ ચાવડા નામનો વ્યક્તિ આ બોગસ હોસ્પિટલ ચલાવતો હતો. જોકે એક બાળકીના મોતનો વિડીયો વાયરલ થતાં આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.