દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો દસ્તાવેજ કરીને બારોબાર આખે આખું વેચી નાખવાના મામલે સમગ્ર રાજ્યમાં હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારબાદ તંત્ર આંખ ઉઘડી અને તંત્ર ગામમાં ડેરા નાખ્યા હતા અને સમગ્ર મામલે તપાસ કરીને જમીન માલિકો ખરીદનાર જસદણના શખસ સહિત આઠ લોકો સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જમીન મકાનના બરોબર દસ્તાવેજ થતા હોવાનું ધ્યાને આવતું હતું. પરંતુ આ વખતે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો જ આખેઆખો વેચાણ દસ્તાવેજ થઈ જતા ભારે દોડધામ મચી ગઈ હતી.