કઈ રીતે ફેલાય છે ચાંદીપુરા વાયરસ?

આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.છેલ્લા એક અઠવાડિયાથી એક વાયરસે નાના માસૂમ બાળકો પર આંતક મચાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસના 26 કેસ નોંધાયા છે અને 14 લોકોના મૃત્યુ થયા છે. જો કોઈ બાળક આ વાયરસની ચપેટમાં આવી જાય અને જો એની સારવાર ન કરવામાં આવે તો 48 થી 72 કલાકમાં બાળકનું મોત થઈ જાય છે.