નાસાએ છ નવા એક્સોપ્લેનેટ શોધ્યા.

,

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ ગ્રહની શોધ કરતા નવા ઉપગ્રહનું આજે સફળ પરીક્ષણ કર્યુ છે. આ નવું મિશન આપણા સૌર મંડળની બહાર નવી દુનિયાની શોધ કરવા અને એવા ગ્રહની ઓળખ કરવા માટે છે જ્યાં એલિયનના જીવન માટે અનુકૂળ વાતાવરણ હોય. ટ્રાન્સિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (ટીઇએસએસ)થી તારાઓની નજીકની કક્ષાઓમાં ચક્કર લગાવતા ગ્રહ વિશે માહિતી મેળવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેને ફ્લોરિડાના કેપ કાનવેરલ એર ફોર્સ સ્ટેશનથી ભારતીય સમયાનુસાર સવારે 4:21 કલાકે સ્પેસ એક્સ ફાલકન 9 રૉકેટ મારફતે પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે. નાસાના વિજ્ઞાન મિશન નિયામક કચેરીના સહ સંચાલક થૉમસ જરબુચેને કહ્યુ, ‘અમને એ વાતની ખુશી છે કે ટીઇએસએસ તે દુનિયા વિશે માહિતી મેળવવા માટે પહેલ કરી ચુક્યુ છે જેના વિશે અત્યાર સુધી આપણે માત્ર કલ્પના જ કરી છે.’ આ બે વર્ષના સર્વે મિશન માટે વૈજ્ઞાનિકોએ આકાશને 26 સેક્ટર્સમાં વહેંચી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર ટેસ 60 દિવસોમાં પૃથ્વીની ચારેય બાજુ એક ઑર્બિટ સ્થાપિત કરવામાં સફળ થશે. ત્યારબાદ તે પોતાના ઇન્સ્ટ્રૂમેન્ટ્સની તપાસ કરશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ ટેસના મિશનની સત્તાવાર યાત્રા શરૂ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં લૉન્ચ કેપ્લરે 4500થી વધારે ગ્રહોને શોધ્યા અને એક્સોપ્લેમેટના મામલામાં ખાતરી કરી હતી.