અમદાવાદમાં જમીન પર કબજા માટે ફાયરિંગ કરાતા ચકચાર મચી છે. જમીન દલાલ ભરતભાઈ અલગોતરે પોલીસ ફરિયાદ નોધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જમીન મામલે સમાધાન કરવા માટે બેઠક કરવામાં આવી ત્યારે 50થી 100 માણસોનું ટોળું હથિયારો સાથે ઘસી આવ્યુ હતું. આ દરમિયાન ધડાધડ ફાયરિંગ કરાતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી. પોલીસે આર્મ્સ એક્ટ, હત્યા પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં બનેલી ઘટનાનો મામલો માનવ અધિકાર પંચ સુધી પહોંચ્યો છે.
પ્રતિશાદ આપો