શું તમે જાણો છો કે હવે ફોન ની જેમ જ તમારી કાર પણ હેક થઈ શકે છે??

,

ટેકનોલોજીની સાથે ચોર પણ હાઈટેક બની રહ્યા છે. નોઈડામાં એક ગેંગ પકડાઈ છે જે વાહન ચોરી કરવા માટે ઈલેક્ટ્રોનિક કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમને હેક કરતી હતી. આ લોકો કારની લોક સિસ્ટમને હેક કરી તેને રિપ્રોગ્રામ કરતા અને નવી ચાવી વડે અનલોક કરી નાંખતા.ત્યારબાદ ગાડી લઇને છૂ. આ બધું કરવામાં તેમને માત્ર 5થી 10 મિનિટ લાગતી હતી. ખાસ તો નિર્જન સ્થળો પર પાર્ક વાહનોને નિશાન બનાવતા હતા.