ઘણા લોકોને રાત્રે તો સરસ ઊંઘ આવી જતી હોય છે, પણ દરરોજ સવારે 3 થી 5 ની વચ્ચે અચાનક જ આંખ ખુલી જતી હોય છે. જેના કારણે તેમને આમ કેમ થતુ હશે તેની ચિંતા પણ સતાવતી હોય છે. આ સમયમાં આંખ ખુલવી તેને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું કહેવામાં આવે છે. કોઈ દૈવી સંકેત માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કોઈ દૈવી શક્તિ તમને સંદેશ આપવા માગે છે, તમને કંઈક સમજાવવા માગે છે. સવારના 3 થી 4:30 સુધીનો સમય દેવતાઓનો સમય માનવામાં આવે છે. આ સમયે જ્યારે તમે જાગો છો,ત્યારે સૃષ્ટિ અને દૈવી શક્તિ સૂચવે છે કે તમારે જાગીને તમારા પ્રિય દેવતાની પૂજા કરવી જોઈએ.તમારે ભગવાનનો જપ કરવો જોઈએ કારણ કે ઘણી શક્તિઓ તમને મેળવવાની રાહ જોઈ રહી છે. આ શુભ સમયમાં શરીરમાં નવી ઉર્જા અને ઉત્સાહ આવે છે. તેમજ આ સમયે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધુ હોય છે. બ્રહ્મ મુહૂર્તના સમયે વાતાવરણ શાંત અને શુદ્ધ હોય છે. જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને મહત્વપૂર્ણ યોજનાઓ બનાવવા માટે આ સમય ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે. તેથી, બ્રહ્મ મુહૂર્ત દરમિયાન મનમાં ક્યારેય નકારાત્મક લાગણીઓ ન લાવવી જોઈએ.