આ વર્ષે કુતરા કરડવાથી 286 લોકોના મોત…

,

કેન્દ્રએ જાહેર કર્યું કે માત્ર વર્ષ 2023માં 286 લોકોના મોત કૂતરા કરડવાથી થયા છે. કૂતરા કરડવાના કુલ 30.5 લાખ કેસ નોંધાયા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે લોકસભામાં લેખિતમાં જણાવ્યું હતું. તે જ વર્ષે 4,65,498 લોકોને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી. હડકવાના નિયંત્રણ માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ લાગુ કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.