કેનેડામાં વસતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે આકરા સમાચાર.

,

કેનેડાએ વિદેશી નાગરિકોને સરહદ પર પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે અરજી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, જે તુરંત જ લાગૂ થશે. જેથી કેનેડામાં ટેમ્પરરી વિઝા પર રહેતાં તેમજ વર્ક વિઝા પૂર્ણ થઈ ગયેલા વિદેશી નાગરિકો બોર્ડર ક્રોસ દેશોમાંથી વર્ક વિઝા (PGWP)ની અરજી કરી શકાશે નહીં. ” વધુમાં IRCCએ દેશમાંથી જ અરજી કરી પારદર્શિતા અને અસરકારક પ્રક્રિયા વધારવા પ્રોત્સાહન આપ્યું છે. ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ મંત્રી માર્ક મિલરે જણાવ્યું હતું કે, વિદેશી નાગરિકો હવે સરહદ પરથી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે અરજી કરી શકશે નહીં. આ નિર્ણય, તાત્કાલિક અસરથી લાગૂ થતાં “ફ્લેગપોલિંગ” તરીકે ઓળખાતી પ્રથાને અંકુશમાં લેવાનો છે.