અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાત જન્મો માટે એકબીજાના થઇ ગયાં છે. તેમના લગ્ન દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયાં છે અને આ ફંક્શનમાં બોલિવૂડ સ્ટાર્સે મહેફિલમાં ચાર ચાંદ લગાવ્યા. આ દરમિયાન આલિયા ભટ્ટ પણ ખૂબ ચર્ચામાં આવી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ચુક્યા છે. મુંબઇના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં શુક્રવારે અનંત-રાધિકાએ સાત ફેરા લીધાં. આ લગ્નમાં દુનિયાભરની તમામ મોટી હસ્તિઓ સામેલ થઇ. બોલિવૂડના ઘણા સ્ટાર્સે પોતાના અનોખા અંદાજથી સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ. એક્ટ્રેસ આલિયા ભટ્ટે અનંત-રાધિકાના લગ્નમાં 160 વર્ષ જૂની સાડીમાં પોતાનો જલવો વિખેર્યો. શાનદાર જ્વેલરી સાથે આલિયાની આ સાડીએ ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે. આલિયાના આ શાનદાર ફોટોઝ ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. અનંત-રાધિકાના લગ્નના ફંક્શનમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાના પતિ રણબીર કપૂર સાથે એન્ટ્રી કરી. આ દરમિયાન આલિયાની ફેશન સેન્સ જોઇને સૌકોઇ દંગ રહી ગયાં. એક્ટ્રેસે આ ખાસ અવસર માટે ખાસ સાડીનું સિલેક્શન કર્યુ. આલિયાએ જેવી એન્ટ્રી કરી તો ફેશનના દિવાના સમજી ગયા કે એક વધુ ખૂબસૂરત સાડીવાળી ક્ષણ ઇતિહાસના પાને નોંધાઇ જશે. આલિયાએ આ જબરદસ્ત લુકના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને જણાવ્યું કે, તેની સાડી 100 વર્ષથી વધુ જૂની છે અને તે આ પાલવ સાથે આ ખાસ અવસરને સેલિબ્રેટ કરી રહી છે. ફેન્સ આ ફોટોઝ પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યાં છે. આલિયા આ છ ગજની સાડીમાં પરી જેવી ખૂબસૂરત લાગી રહી હતી. ફ્યૂશિયા પિંક કલરની સાડી સાથે આલિયાએ ગોલ્ડન સિક્વિન્ડ અને હેન્ડ વર્કવાળુ બ્લાઉઝ પહેર્યુ હતું. બ્લાઉઝ પર સ્વીટહાર્ટ નેકલાઇને આ રોયલ વિંટેજ લુકને મોર્ડન ટચ એડ કરી દીધો.