નવજાત શિશુના મોઢામાં સામાન્ય રીતે દાંત હોતા નથી. પરંતુ એક છોકરીએ મોઢામાં 32 દાંત લઈને જન્મ લીધો અને બધાને ચોંકાવી દીધા. અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલ્લાસમાં રહેતી નીકા દિવા નામની મહિલાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના બાળકની દુર્લભ સ્થિતિની જાણ કરી છે. તેને મેડિકલ સાયન્સમાં ‘નેટલ ટીથ’ કહે છે. એવું કહેવાય છે કે તેનાથી બાળકને કોઈ ખતરો નથી.