BRICSએ સંગઠનનું નામ છે. આ સંગઠનમાં બ્રાઝિલ(B), રશિયા(R), ભારત(I), ચીન(C) અને દક્ષિણ આફ્રિકા(S) જેવી વિશ્વની 5 મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓ સામેલ છે. તેમના પ્રાદેશિક મુદ્દાઓ પર BRICS સભ્યો તેમના નોંધપાત્ર પ્રતિભાવો આપે છે. BRICS સમિટની અધ્યક્ષતા દર વર્ષે તેના સભ્ય દેશો દ્વારા કરવામાં આવે છે. એકાંતરે દર વર્ષે આ પાંચ દેશોમાંથી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. એક અર્થમાં આ પાંચેય રાષ્ટ્રો એંગ્લો અમેરિકન રાષ્ટ્રોથી અલગ રાષ્ટ્રો છે. જનસંખ્યાની દ્રષ્ટિએ એમની કુલ જનસંખ્યા ત્રણસો કરોડ છે અને એમાં ચીન અને ભારત જેવા વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના બે મોટા રાષ્ટ્રો છે. એ અર્થમાં એનું મહત્વ વધી જાય છે.સાઉથ આફ્રિકાની અધ્યક્ષતામાં આ વખતે 15માં બ્રિક્સ શિખર સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે.
પ્રતિશાદ આપો