વિશ્વની સૌથી લાંભી ટ્રેન કઈ છે ?

,

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની BHP આયર્ન ઓર દુનિયાની સૌથી લાંબી ટ્રેન છે. આ ટ્રેન જૂન 2001માં શરૂ કરવામાં આવી હતી અને તેની લંબાઈ લગભગ 4.6 માઈલ એટલે કે 7.353 કિમી હતી. વિશ્વના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી લાંબી ટ્રેન છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પિલબારા વિસ્તારમાં BHPની પોતાની ખાનગી રેલ લાઇન છે. તેને માઉન્ટ ન્યુમેન રેલવે કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ રેલ નેટવર્ક આયર્ન ઓરના પરિવહન માટે તૈયાર કરવામાં આવી છે. BHP આ વિસ્તારમાં વધુ એક રેલ લાઇન ચલાવે છે, જેને ધ ગોલ્ડસવર્થી રેલવે કહેવાય છે.આ ટ્રેનમાં 682 કોચ છે, આ ટ્રેનને 8 જનરલ ઇલેક્ટ્રિક એસી 6000 CW ડીઝલ લોકોમોટિવ્સ એન્જિન દ્વારા ખેંચવામાં આવી હતી. આ ટ્રેને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના યાન્ડી માઇનથી પોર્ટ હેડલેન્ડ સુધીની 275 કિમીની મુસાફરી 10 કલાક અને ચાર મિનિટમાં પૂર્ણ કરી હતી. જો કે, રસ્તામાં ખામીના કારણે ટ્રેનની મુસાફરી 4 કલાક અને 40 મિનિટ મોડી પડી હતી. તે દરમિયાન આ ટ્રેનમાં 82,000 ટન આયર્ન ઓર લોડ કરવામાં આવ્યું હતું. આ ટ્રેન એટલી લાંબી હતી કે તેમાં 24 એફિલ ટાવર સમાઈ શકે. કારણ કે એફિલ ટાવરની લંબાઈ 300 મીટર છે. આ ટ્રેનનું વજન લગભગ એક લાખ ટન હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *