ઘણીવાર સમાજ પ્રેમ કરનારાઓના મોતનું કારણ બને છે. દરમિયાન હાલોલ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં ધોરણ 12 માં ભણતી એક સગીરાએ ITI કરતા સગીર પ્રેમી સાથે છલાંગ લગાવી છે. મૃતક યુવક હાલોલના ઉજેતી ગામનો અને સગીરા હાલોલની છે. પ્રેમ થયો પણ સમાજ તેમના લગ્ન નહી થવા દે તેવા ડરમાં આ પ્રેમી પંખીડા મોતને ભેટ્યા. બંનેએ એકબીજાના હાથ ઓઢણીથી બાંધી દીધા હતા. પછી સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકીને એકસાથે કેનાલમાં કુધા હતા.