અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ૫ નવેમ્બરે યોજાવાની છે ત્યારે ગ્રીન કાર્ડ ધારકોને તેમની નાગરિકતા મેળવી લેવા અને મતદાન માટે નોંધણી કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એશિયન અમેરિકન પેસિફિક આઈલેન્ડર્સ વિક્ટરી ફંડના ચેરમેન અને સ્થાપક શેખર નરસિંહને જણાવ્યું કે પ્રમુખ જો બાઈડેનના પ્રશાસન હેઠળ યોગ્યતા ધરાવતા ગ્રીન કાર્ડ ધારકો માત્ર ત્રણ અઠવાડિયામાં અમેરિકાની નાગરિકતા મેળવી શકશે. અમેરિકામાં હાલના તબક્કે ડોક્ટરો, એન્જિનીયરો અને વૈજ્ઞાાનિકો સહિત દસ લાખથી વધુ ભારતીયો પ્રતિક્ષા યાદીમાં છે જેમને કાયમી નાગરિકતા મેળવવા દાયકાઓ લાગવાની સંભાવના હતી.