સાબરમતી નદી પ્રથમવાર બે કાંઠે વહેતી થઇ.

,

છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદની હેલીથી પાટનગર પાણીથી તરબતર થયું છે. ત્યારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઇ માસના અંતે જ પાણી આવ્યું છે. અષાઢ માસમાંજ મેઘમહેર થતાં સુકીભઠ્ઠ સાબરમતીમાં વહેણ જોવા મળ્યા છે. ત્યારે ઉપરવાસમાં અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ પડવાને પગલે નદીમાં પાણીની આવક થઇ છે.એટલુ જ નહીં, સતત વરસાદના પગલે નદીમાં અઢીથી ત્રણ ફુટ પાણી આવી ગયું છે. સંત સરોવરમાં પણ પાણી પહોંચી ગયું છે. ત્યારે આવનારા દિવસોમાં ધરોઇમાંથી પાણી છોડવામાં આવશે તો નદીમાં પાણીની સપાટી વધ ઉંચી આવશે.