દીપિકાની આ પર્પલ સાડી ડિઝાઈન કરવામાં 3400 કલાક….

,

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં ગર્ભવતી છે અને સોશિયલ મીડિયા પર તે દરરોજ તેના બેબી બમ્પની તસવીરો શેર કરતી રહે છે. પ્રેગ્નેન્સી દરમિયાન પહેલીવાર તેણે સાડી પહેરીને ફોટો શુટ કરાવ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં જાંબલી સાડીમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. નવાઈની વાત એ છે કે, તે પ્રેગનેટ હોવા છતા પણ સાડી ખૂબ જ સુંદર રીતે કેરી કરી છે. સાડી પર હેન્ડમેડ વર્ક કરેલુ છે, જે ખૂબ જ  રોયલ લાગે છે. પરંતુ આ સાડી કેમ ખાસ છે તે વિશે જાણીએ. ટૂંક સમયમાં માતા બનનારી દીપિકા પાદુકોણની સુંદર જાંબલી સાડી બનાવવામાં 3,400 કલાક લાગ્યા. આ સાડીનું ફેબ્રિક ઓર્ગેન્ઝા અને જેની સિલ્ક છે. સાડી પર હેન્ડ એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. તેમાં મોતી, ઝરી અને દોરાથી સજાવટનું કામ કરવામાં આવ્યું છે. આ સાડીની કિંમત 1 લાખ 92 હજાર છે. તોરાની સાડીને ‘હુકુમ કી રાની’ સાડી સેટ કહેવામાં આવે છે. આ તેના કોચર કલેક્શન લીલામાંથી છે.