સિદ્ધપુરમાં રહેતી યુવતી તેના પરિવારની સ્થિતિ નબળી હોવાથી તાંત્રિક સાથે સંપર્કમાં આવી હતી. તેણે તાંત્રિક પર આક્ષેપ લગાવ્યા છે કે તાંત્રિકે મંત્ર ધાગાના બહાને યુવતીના ઘરે તેમજ વિરમગામ અને થરા લઈ જઈને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. કાકોશી પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ઇનાયતખાન હુસનખાન સિપાઈ (પઠાણ)ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.