અમિતાભ બચ્ચન અને રજનીકાંત 33 વર્ષ પછી ફરીવાર એકસાથે એક ફિલ્મમાં કામ કરશે.

અમિતાભ બચ્ચન અને રજનીકાંત બંને દિગ્ગજ અભિનેતા છે. તેમની ફેન ફોલોઈંગ માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશોમાં વિશાળ સંખ્યામાં છે. બંને અભિનેતા તેમની ફિલ્મોથી લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. હવે બંને કલાકારો ટૂંક સમયમાં ફિલ્મ વેટ્ટિયનમાં સાથે જોવા મળશે.બંનેએ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. બંને દિગ્ગજ કલાકારોની ફિલ્મના સેટ પરથી જે તસવીરો બહાર આવી રહી છે તે જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.બિગ બીએ ફોટોની સાથે કેપ્શન લખ્યું છે કે, ‘થાલા ધ ગ્રેટ રજની સાથે ફરી જોડાઈને હું સન્માનિત અને ગર્વ અનુભવું છું. તેઓ બિલકુલ બદલાયા નથી. તેઓ સરળ, નમ્ર અને એકદમ ડાઉન ટુ અર્થ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *