જે છોકરી સાથે લગ્ન કર્યા તે છોકરો નીકળ્યો, લગ્નના 12માં દિવસે ભાંડો ફૂટ્યો

26 વર્ષના આ યુવકને જ્યારે તેની પત્નીનું રહસ્ય સામે આવ્યું ત્યારે ચોંકી ગયો. ઈન્ડોનેશિયાના 26 વર્ષના એક યુવકને લગ્નના 12 દિવસ પછી, ખબર પડી કે તેણે જે છોકરી સાથે લગ્ન કર્યા છે તે હકીકતમાં છોકરી નહીં છોકરો છે. નવાઈની વાત એ છે કે તે વ્યક્તિ તેની સાથે એક વર્ષથી વધુ સમયથી ડેટ કરી રહ્યો હતો. જ્યારે આ સ્કેમરે છોકરીનો વેશ ધારણ કરી તેની સાથે લગ્ન કરી લીધા હતા, તેનો ઈરાદો વ્યક્તિ પાસેથી પૈસા પડાવાનો હતો

એકેને ખબર પડી કે તેની પત્ની છોકરી નહીં પણ છોકરો છે. ત્યારે સ્થાનિક મીડિયા હાઉસ ટ્રિબ્યુન મેડનટીવી સાથે આ કેસ વિશે વાત કરતા, એકેએ કહ્યું કે તે તેની પત્નીને ઇન્ટરનેટ દ્વારા મળ્યો હતો. જે બાદ બંનેએ વાતચીત શરૂ કરી હતી  વાતચીત પછી બંનેએ એકબીજાને મળવાનું નક્કી કર્યું. એકેને મળ્યા પછી, તેની પત્નીએ તેને કહ્યું કે તેનું નામ અદિંડા કંઝા અઝહરા છે. એકેએ જણાવ્યું કે જ્યારે તે અદિંડાને પહેલીવાર મળ્યો ત્યારે તેણે પહેલી નજરમાં જ તેનું દિલ તેને આપી દીધું હતું. જે બાદ તેઓ અવારનવાર એકબીજાને મળવા લાગ્યા. થોડા દિવસો પછી, એકે અદિંડાને ડેટ પર લઈ ગયો અને તેને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. પ્રસ્તાવ પછી અદિંડાએ લગ્ન માટે હા પાડી.

આ પછી, જ્યારે એકેને તેની પત્ની અદિંડા પર શંકા થઈ, ત્યારે તેણે અને તેના પરિવારે અદિંડાની તપાસ કરવાનું નક્કી કર્યું. તપાસ દરમિયાન ખબર પડી કે અદિંડાના પિતા નજીકમાં જ રહે છે. જ્યારે તેના પિતા સાથે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે તે છોકરી નથી પરંતુ છોકરો છે. તેનું નામ ESH છે.  આ સાંભળીને એકેએ પોલીસને બોલાવી. પોલીસે જ્યારે એકેની પત્નીની ધરપકડ કરી ત્યારે તેણે કબૂલાત કરી હતી કે તેણે પૈસા માટે જ એકે સાથે લગ્ન કર્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *