કીડીઓ આપણને કરડે ત્યારે આપણે તેને શોધીને કચડી નાખીએ છીએ. પણ શું મનુષ્યનું લોહી પીતી કીડીઓમાં પણ લોહી હોય છે? તેનો રંગ કેવો હોય છે? આવી શંકાઓ તમને પણ થતી હશે!! કીડીઓને પણ લોહી હોય છે. પરંતુ તે લાલને બદલે પીળું લીલું હોય છે. તેને હેમોલિમ્ફ કહેવામાં આવે છે. જે પ્રવાહીમાં લાલ રક્ત કોશિકાઓની ગેરહાજરીને કારણે હોય છે. કીડી એ એક સામાન્ય રીતે બધે જ જોવા મળતું જંતુ છે. કીડીની ૧૨૦૦૦ કરતાં પણ વધુ જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. કીડી જમીનમાં દર બનાવી અથવા કોઇપણ પોલાણવાળા ભાગમાં પોતાનું રહેઠાણ બનાવે છે.
Leave a Reply