પતિ સાળી સાથે ભાગ્યો અને માતા સસરા સાથે!

બિહારના મુઝફ્ફરપુરમાં એક અજીબોગરીબ ઘટના બની છે. એક મહિલાએ પોલીસને કહ્યું કે, મારો પતિ મારી નાની બહેન સાથે ભાગી ગયો અને લગ્ન કરી લીધા. મારી માતા તેને શોધવા મારે સાસરે ગઈ હતી, પરંતુ મારી માતા પણ મારા સસરા સાથે દિલ્હી ભાગી ગઈ છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. આ મહિલાના પતિએ પોલીસને એવું કહ્યું છે કે તેની સાસુએ જ તેને સાળી સાથે ભાગવા માટે કહ્યું હતું.