ડ્રોન વડે બેવફા પત્નીને રંગેહાથ પકડી..

ચીનના હુબેઈ પ્રાંતમાં એક વ્યક્તિએ ટેક્નોલોજીની મદદથી તેની બેવફા પત્નીને રંગે હાથે પકડી લીધી. 33 વર્ષીય જિંગ છેલ્લા એક વર્ષથી તેની પત્નીના વર્તનમાં ફેરફાર જોઈ રહ્યો હતો. પત્નીના વર્તનમાં આવેલા ફેરફાર જાણવા માટે તેણે કેમેરાવાળા ડ્રોનની મદદ લીધી. જેમાં સામે આવ્યું કે તેની પત્ની અને પત્નીના બોસનું અફેર ચાલે છે. ડ્રોનમાં બંને સાથે હોય તેવી ફૂટેજ સામે આવી એટલે આ વાતનો ખુલાસો થયો.