રાધિકા મર્ચન્ટ અને અનંત એકસાથે જોવા મળે છે. આ દરમિયાન રાધિકા ગુલાબી ડ્રેસમાં એકદમ બાર્બી ડોલ જેવી દેખાઈ રહી છે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ જુલાઈ મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલાં અંબાણી પરિવારે કપલ માટે ક્રુઝ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.ઇટલીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું 7500 કરોડના ક્રૂઝ પરના પ્રી-વેડિંગ સેલિબ્રેશન ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. સેલિબ્રેશનની કેટલીક તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં અંબાણી પરિવાર, શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સહિતના સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, 29 મે 2024ના રોજ ઇટલીમાં એક શાનદાર ક્રૂઝ પર ડિનર સાથે બીજી પ્રી- વેડિંગ પાર્ટીની શરૂઆત થઈ હતી.અંબાણીઓએ આ પાર્ટીને ખૂબ જ સિક્રેટ રાખી હતી, જેના કારણે અત્યાર સુધી ન તો કોઈ સેલેબ્સનો લુક સામે આવ્યો છે અને ન તો અંબાણી પરિવારની કોઈ ઝલક જોવા મળી છે. પરંતુ હવે અંબાણી પરિવારની બેક ટુ બેક પાર્ટીઓની તસવીરો વાઇરલ થઇ રહી છે.
પ્રતિશાદ આપો