ચેન્નાઈથી YSR કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ બિડા મસ્તાન રાવની પુત્રી માધુરી પર ફૂટપાથ પર સૂતેલા યુવક પર કતાર ચડાવવાનો આરોપ છે. જેમાં તે યુવકનું મોત થયું છે. માધુરી તેના મિત્ર સાથે કાર ચલાવી રહી હતી.દરમિયાન નશાની હાલતમાં તેણે ફૂટપાથ પર સૂતેલા 24 વર્ષીય યુવક પર કાર ચલાવી હતી. અકસ્માત બાદ માધુરીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી ગયા હતા.