ઈસરોએ 23 ઓગસ્ટ-2023ના રોજ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો, ત્યારબાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. તે જ સમયે, જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ કરાયું હતું તેનું નામ શિવ શક્તિ પોઇન્ટ રખાયું હતું. હવે આ અંગે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ શિવ શક્તિ નામને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું છે તે જગ્યા વિશ્વભરમાં શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે.
Leave a Reply